Tuesday, July 8, 2008

School Days - દફ્તર પાટીને દીધી છુટ્ટી

દફ્તર પાટીને દીધી છુટ્ટી, હલકા ફુલકા થઈ રમશું માડી!
ધીંગામસ્તી નદીની રેતી, ઝુલવું હવે પીપળની ડાળી.

રજાની મજા લીમડાની છાયા, ગીલ્લી દંડા સંગ રમશું લખોટી
બાળપણ વ્હાલું રમતું ન્યારું, હરખે કરશું વેકેશન ઉજાણી.

ઓટલે બેસી વડીલ વીચારે, ભુલકાંની બેહાલી,
શાળાની છુટ્ટી , વીકાસ-વ્યાધીએ હાય કેવી લુંટી?

વીજ્ઞાનયુગમાં માનવ તને દીઠો યંત્ર જ થાતાં,
વેકેશન-વર્ગના ભરમાળે બીચારા બાળારાજા ફસાણા.

હરીફાઈ, ક્રીએટીવના ખ્યાલોમાં બાળપણ નંદવાયું
પ્રકૃતી ખોળે રમતાં ઝુમતાં હરખવાનું ભુલાયું.

ભોળા શીશુ ભોળી નાદાની, ગમે ધીંગામસ્તી
નવા જમાને છીનવી લીધી, બાળપણની મહામુડી.

1 comment:

વિનય ખત્રી said...

આ કાવ્ય તમારું લખેલું છે? બહુ સરસ લખો છો!